એક કડાઈમાં 2 ચમચી ઘી ગરમ કરી તેમાં 1/2 વાટકી ગોળ ઉમેરી શેકી લો . ગોળ ઓગળે એટલો જ ગરમ કરો ગેસ બંધ કરી દો. હવે એમાં 1 વાટકી અધકચરા પીસેલા કાળા/સફેદ તલ ઉમેરો. ત્યારબાદ તેમાં 5-6 ખજૂરના ઝીણા ટૂકડા નાંખો અને 1 ચમચી સૂંઠ, 1 ચમચી ગંઠોડા પાવડર, 1 ચમચી મગજતરી ના બી, 1 ચમચી ખસખસ, 2 ચમચી સૂકા કોપરાનું છીણ, 2 ચમચી સૂકામેવાનો પાવડર ઉમેરી મિક્સ કરો. ગેસ ચાલુ કરો અને થોડી વાર શેકી લો. હવે થાળી મા ઠારી દો. ઉપરથી મગજતરી, ખસખસથી સજાવી લો.
નોધ : આ કચરિયું શિયાળા નું ઉત્તમ વસાણું છે. ખુબ જ હેલ્ધી અને રોગ પ્રતિકારક શક્તિ વધારનારું હોય છે. કાળા તલમાં કેલશ્યમ , આયર્ન, મેગ્નેશ્યમ અને ફોસ્ફરસ સારી માત્રા માં હોય છે.
Fields marked with an * are required
09:30 AM to 11:30 AM
04:30 PM to 07:00 PM
For Appointment: 9773092601
12:30 to 02:00 PM
08:15 to 09:15 PM
For Appointment: 079-40108108