Blog Post

તમે જયારે ડાયાબિટિસથી પીડાતા હો ત્યારે તમારે કેટલીક એવી સ્થિતિઓનો સામનો કરવાનું શીખવાનું જરૂરી બની જાય છે જે ડાયાબિટિસ સાથે ઉદભવે છે. આ સમસ્યાઓમાંથી મુખ્ય છે હાયપોગ્લાયસેમિયાજેમાં બ્લડ સુગરનો સ્તર સામાન્ય સ્તર કરતા ઘટી જાય છે.

જયારે બ્લડ સુગરનો સ્તર સામાન્ય સ્તર કરતા ઘટી જાય તો તમે નિમ્નલિખિત લક્ષણ અનુભવી શકો છો.

  • ચક્કર આવવા,
  • ચિંતા,
  • વધુ પડતો પરસેવો,
  • સતત ભૂખ લાગવી,
  • દ્રષ્ટિમાં ઝાંખપ અથવા બબ્બે આકૃતિ દેખાવી,
  • હ્રદયના ધબકારા વધી જવા,
  • વિચિત્ર રીતે અથવા એકાએક મૂળ બદલાવો,

જો તમને આવો અનુભવ થાય તો

તરત સાકાર ખાઈ લો (૩ નાની ચમચી) નહિ તો તમારી બ્લડ સુગરનો સ્તર વધુ ઘટી જશે.

હાયપોગ્લાયસેમિયા કેમ થાય છે?

જો તમે બહુ ઓછું જમતા હો, સાથ જ તમારી ડાયાબિટિસ દવા લેતા હો અને વધુ પડતો વ્યાયામ કરતા હો.

હાયપોગ્લાયસેમિયાને નિયંત્રણ રાખવાના સૂચનો

  • બ્લડ સુગરનો સ્તર વધારવાની સૌથી સરળ રીત ગ્લુકોઝનું સેવન કરવાની છે.
  • તમારું ડાયાબિટિસ ઓળખપત્ર હંમેશા તમારી સાથે રાખો.
  • તમારા ડોકટરનો ફોન નંબર હંમેશા તમારી સાથે રાખો.

હાયપોગ્લાયસેમિયા થતો કેમ અટકાવશો?

હાયપોગ્લાયસેમિયાને અટકાવવાનો સૌથી ઉત્તમ ઉપાય છે સ્વયં દ્વારા ડાયાબિટિસ પર બહેતર નિયંત્રણ સાથો સાથ હાયપોગ્લાયસેમિયાના લક્ષણો પારખતાં શીખો. આમ તમે બ્લડ સુગરના ઘટેલા સ્તરને વધુ ઘટતા અટકાવી શકો છો.

યાદ રાખો:
  • તમારી બ્લડ સુગરનું નિયમિત રીતે પરીક્ષણ કરાવતા રહો.
  • એક સાદો નિયમ યાદ રાખો: જયારે પણ શંકા જણાય, ઈલાજ કરો.
  • તમને કોઈપણ સવાલ મૂંઝવતો હોય તો તમારા ડોક્ટરની સલાહ લો.

Consultation Timing

Fields marked with an * are required

Ambawadi - Hope Medicare Center & Diabetes Clinic

Monday to Saturday

09:30 AM to 11:30 AM

04:30 PM to 07:00 PM

For Appointment: 9773092601

Maninagar - Riddhi Medicare Nursing Home & diabetes center

Monday to Friday

12:30 to 02:00 PM

08:15 to 09:15 PM

For Appointment: 079-40108108